Washington,તા.21
અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મુદે વિવાદ વચ્ચે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર વિદેશમંત્રી એસ.જયશંકરને શપથવિધિ સમારોહમાં પ્રથમ હરોળમાં સ્થાન અપાયું હતું. શ્રી જયશંકરે પ્રમુખ ટ્રમ્પને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક પત્ર પણ સુપ્રત કર્યા હતા. કેપીટલ રોટુંન્ડા તરીકે ઓળખાતા કેપીટલ હીલના આ અસ્વસ્થ ખંડમાં શ્રી એસ.જયશંકરને પ્રથમ હરોળમાં સ્થાન એ અમેરિકામાં ટ્રમ્પ શાસન ભારતને પૂરતુ મહત્વ આપે છે.
શ્રી જયશંકર ઈકવાડોરના પ્રેસીડેન્ટ ડેનીયલ તોબોવા સાથે બેઠા હતા તેમની બે લાઈન પાછળ જાપાનના વિદેશમંત્રી ટાકેથી ઈવાયા અને ઓસ્ટ્રેલિયન વિદેશમંત્રી પેની વોંગ બેઠા હતા. શ્રી જયશંકર આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક પત્ર લઈ ગયા હતા જે ટ્રમ્પને સુપ્રત કર્યા હતો.