Washington તા.20
અમેરિકામાં 47 માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ સતારૂઢ થવાના છે તે પુર્વે તેઓએ નવા ક્રિપ્ટો ટોકન ઝછઘખઙ લોન્ચ કર્યું હતું જે લોન્ચ થતા જ ધૂમ મચી ગઈ હતી અને ગણતરીની કલાકોમાં જ તેમાં 8000 ટકાની વૃધ્ધિ થઈ હતી એટલુ જ નહિં તેનુ માર્કેટ કેપ પણ 15 અબજ ડોલરને આંબી ગયુ હતું. અસામાન્ય તેજી વખતે ટ્રમ્પનું એકાઉન્ટ હેક થયાની પણ આશંકા ઉભી થવા લાગી હતી.
ક્રિપ્ટો ટોકન લોંચ થયુ ત્યારે તેની કિંમત 0.18 ડોલર હતી તે ગણતરીના કલાકોમાં 15.13 ડોલરે પહોંચી ગઈ હતી. પ્રથમ બે કલાકમાં 4200 ટકાની તેજી થઈ હતી. આ મીમ કોઈનની શરૂઆત ટ્રમ્પના સોશ્યલ મીડીયા એકાઉન્ટ ટ્રુથ સોશ્યલ તથા એકસ પર પોસ્ટ મુકાવા સાથે કરવામાં આવી હતી અને લોંચ થતા જ તેમાં ધૂમ મચી ગઈ હતી.