Morbi,તા.24
લતીપર ચોકડીએ ભરાતી શનિવારી બજારમાં ખરીદી અર્થે ગયેલા યુવાનનો મોબાઈલ અજાણ્યો ઇસમ ચોરી કરી જતા ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
હાલ ટંકારાના સાવડી ગામે વાડીમાં રહીને મજુરી કરતા કલ્પેશભાઈ શંકરભાઈ કટારા (ઉ.વ.૨૨) નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨ ના રોજ ફરિયાદી કલ્પેશ અને તેનો નાની ભાઈ જયેશ બંને સાવડી ગામથી ટંકારા આવ્યા હતા લતીપર ચોકડી શનિવારી બજાર ભરાતી હોય જ્યાં ખરીદી અર્થે ગયા હતા અને બપોરે ખરીદી કરતા હતા ત્યારે અજાણ્યો ઇસમ ભાઈ જયેશના ખિસ્સામાંથી ફોન કાઢી ચોરી ગયાનું જણાઈ આવ્યું હતું જે નંબરમાં ફોન કરતા ફોન બંધ થઇ ગયો હતો અજાણ્યા ઇસમ ફરિયાદીના ભાઈનો ૮૫૦૦ ની કિમતનો મોબાઈલ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે