જામ્યુકોના Budgetમાં રૂા.11.84 કરોડના વેરા વધારાની દરખાસ્ત

Share:

Jamnagar, તા.30
જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન.મોદીએ આજે સ્થાયી સમિતિમાં પુરાંતલક્ષી અંદાજપત્ર રજૂ કર્યુ હતું. વર્ષ 2025-26ના ડ્રાફટ અંદાજપત્રમાં ઉઘડતી પુરાંત 388.94 કરોડ જયારે બંધ પુરાંત 325.94 કરોડ દર્શાવવામાં આવી છે. બજેટમાં 1430 કરોડની કુલ આવક સામે 1493  કરોડનો કુલ ખર્ચ દર્શાવાયો છે. આમ કુલ રૂા.1818.94 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. કેટલાક નવા કર પણ સૂચવવામાં આવ્યા છે.

જયારે મિલ્કત વેરાના દરમાં કોઇ ફેરફાર કરાયો નથી. જયારે અન્ય કેટલાક વર્તમાન દરમાં વધારો સૂચવવામાં આવ્યો છે. આ વધાર જો મંજૂર કરવામાં આવે તો 11.84 કરોડની વધારાની આવક મહાનગરપાલિકાને થશે.

જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજે બપોરે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં કમિશ્નર ડી.એન.મોદીએ નાણાકીય વર્ષ 2025-26 માટેનું ડ્રાફટ અંદાજપત્ર રજૂ કર્યુ હતું. આ અંદાજપત્રનો સ્વીકાર કરાયો હતો જયારે તે અંગે નિર્ણય લેવા માટે આગામી સપ્તાહે સ્થાયી સમિતિની બેઠક યોજાશેે તેમ જાણવા મળે છે. 

આ સૂચિત અંદાજપત્રમાં શહેરીજનો માટે મિલ્કત વેરાનો દર યથાવત રાખવામાં આવ્યો છે. જયારે અન્ય કેટલાક દરમાં ફેરફાર કરાયો છે. વાહન કર, પાણી ચાર્જ, સફાઇ ચાર્જ, ગાર્બેજ કલેકશન, ભુર્ગભ ગટર કનેકશન, ફાયર ચાર્જીસ, સ્ટ્રીટ લાઇટ ચાર્જીસમાં વધારો સૂચવાયો છે.

જામનગર મહાનગરપાલિકા સૌ પ્રથમ વખત આરોગ્ય કેન્દ્રના નવી સેવાના ચાર્જ વસુલવા સક્રિય બની છે. આ ઉપરાંત ફૂડ ટેસ્ટીંગ માટે પણ ચાર્જ વસુલ કરવાનું સૂચવવામાં આવ્યું છે. આરોગ્ય કેન્દ્રની અંદર મળનારી સોનોગ્રાફી, એકસ-રે, સર્જરી, ડ્રેસીંગ, ઇસીજી અને હેલ્થ સર્ટીફિકેટ સહિતની સેવાના દરમાં વધારો સૂચવવામાં આવ્યો છે. ભૂગર્ભ ગટર જોડાણ માટે રહેણાંક વિસ્તારમાં રૂા.700ના દર સામે રૂા.1500 કરવાનું સૂચવાયું છે. જયારે બિન રહેણાંક વિસ્તારમાં રૂા.1800માંથી સીધા રૂા.3500 કરવાનું સૂચવવામાં આવ્યું છે.

આ સૂચિત અંદાજપત્રમાં ઉઘડતી પુરાંત 388.94 કરોડ સ્વભંડોળ આવક 381.75 કરોડ, સ્વભંડોળ ગ્રાન્ટ 141.25 કરોડ, કેપીટલ સ્વભંડોળની આવક 123 કરોડ, કેપીટલ ગ્રાન્ટ 728 કરોડ સૂચવવામાં આવી છે. શહેરની મધ્યમાં આવેલા ટાઉનહોલના ભાડામાં 10ટકાનો વધારો જયારે ટાઉનહોલની ડિપોઝીટમાં 50 ટકાનો વધારો સૂચવાયો છે.

વોટરચાર્જ રહેણાંક વિસ્તારમાં ફિકસ રૂા.1300માં રૂા.100નો નજીવો વધારો સૂચવાયો છે. જયારે સ્લમ રહેણાંકમાં રૂા.650માં માત્ર રૂા.50નો વધારો સૂચવાયો છે. જયારે અન્યમાં 10થી 15 ટકાનો વધારો સૂચવવામાં આવ્યો છે. 

એડવાન્સ રિબેટ યોજના હેઠળ યોજના જાહેર થયાના પ્રથમ 30 દિવસમાં વેરો ભરપાઇ કરનારને રૂટિન મુજબ રિબેટ આપવામાં આવશે. જયારે તે પછીની મુદત માટે 5 ટકાનો ઘટાડો કરવાનું સૂચન કરાયું છે. 

ટી.પી.ડી.પી. શાખા ધ્વારા ચાલુ વર્ષે જામનગરની કુલ 4 (ચાર) નવી ટી.પી. સ્કીમની કામગીરી થયેલ જેમા ટી.પી. સ્કીમ નં. 10 જે નાગમતી નદીના ડાબા કાંઠે આવેલ છે જેને સરકારશ્રીમાં મુસદારૂપ મંજુરી અર્થે સાદર કરેલ છે અને ટી.પી. સ્કીમ નં. 25,26 અને 27 જે રંગમતી અને નાગમતી નદીની વચ્ચે અને બાયપાસ ઉપર આવેલ છે જેને આગામી ર માસની અંદર એટલે કે ચાલુ વર્ષે સરકારશ્રીમાં મુસદારૂપ મંજુરી અર્થે સાદર કરી દેવામાં આવશે.

જેમા કુલ 563.77 હેકટર જમીનનો સમાવેશ થાય છે જેમા ગાર્ડન, શાળા, આવાસો તથા પાર્કિંગ અને અર્બન ફોરેસ્ટ તથા સોશ્યલ ઈન્ફાસ્ટ્રક્ચરમાં અનામત પ્લોટો 112.75 હેકટરમાં ઉપલબ્ધ થશે આ સ્કીમો મુસદારૂપ મંજુર થયેથી જામનગર શહેરમાં નવા ટી.પી. અને ડી.પી. રસ્તાઓનો વિકાસ થઈ શકશે અને શહેરના વિકાસમાં નવી તક વધશે.

વધુમાં શહેરમાં ચાલુ વર્ષે ટી.પી. અને ડી.પી. રોડ ખોલવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત કુલ 9 (નવ) મેટલ રોડ ખોલવવા માટે રૂા. 8.94 કરોડના ટેન્ડર બહાર પાડવમાં આવેલ જેની કામગીરી કચેરી ધ્વારા હાથ ધરવામાં આવેલ છે જે પૈકી 4 (ચાર) રસ્તાઓનો કબજો મેળવી મેટલ રોડ બનાવવાની કામગીરી અંદાજીત રૂા. 2.00 કરોડના ખર્ચે પુર્ણ કરવામાં આવેલ છે.

જામનગર મહાનગરપાલિકા ની શહેર હદ 34 ચો.કી.મી.માંથી 128 ચો.કી.મી. ઓકટોબર-2013 થી થઈ ગયેલ છે. શહેર હદ વિસ્તાર વધતા શહેરી ગમનમાં પણ ખૂબજ વધારો જોવા મળેલ છે. મહાનગરપાલિકાની સેવાઓ વધુ સારી રીતે શહેરીજનોને પુરી પાડી શકાય તે હેતુને ધ્યાને રાખી શહેરનું મુખ્ય બે ઝોનમાં વિકેન્દ્રીકરણ કરવામાં આવેલ છે.

વિજ બચત અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન અને રીન્યુએબલ એનર્જીનો વધુ ને વધુ ઉપયોગ એ આજના સમયની તાકીદ હોય, આ અન્વયે પમ્પ હાઉસ ખાતે 280 ઊંઠ સોલાર પાવર પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવામા આવેલ છે, અને એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે 80 થી 100 ઊંઠ ના સોલાર ટ્રી ટૂંક સમયમાં ઈન્સ્ટોલ કરવામા આવનાર છે.

શહેરના તમામ નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટેના આયોજન અંતર્ગત સોર્સ ઓગ્મેન્ટેશનના કામો મુજબ આજી-3 ડેમ ખાતે ડેમની અંદર થી ડાયરેકટ પાણી પમ્પીંગ કરી શકાય તે માટે ડેમની અંદર ઈન્ટેક વેલ બનાવવાનું કામ રૂા. 7.85 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે.

રણજીતસાગર ડેમ થી પમ્પ હાઉસ ફિલ્ટર પ્લાન્ટ સુધી 1000 એમ.એમ. ડાયાની 7 કી.મી. ડી.આઈ. પાઈપ લાઈન નાખવાનું કામ ખર્ચ રૂા. 28.97કરોડ મંજૂર કરવામા આવેલ છે. હાલ સુધીમાં 7 કી.મી. પાઈપ લાઈનનું કામ પૂર્ણ થયેલ છે. ફકત કનેકશનની કામગીરી ચાલુ છે. જે જાન્યુઆરી-25 સધુીમા પૂર્ણ થશે. આ કામ પૂર્ણ થયેથી 20 એમ.એલ.ડી. વધારાનું પાણી મળી શકશે તથા નવા હદ વિસ્તારમાં ભવિષ્યની પાણીની ડીમાન્ડને પહોંચી વળાશે.

ઉન્ડ-1 ડેમ થી પમ્પ હાઉસ ફિલ્ટર પ્લાન્ટ સુધી 900 એમ.એમ. ડાયાની 42 કી.મી. ડી.આઈ. પાઈપ લાઈન નાખવાનું કામ ખર્ચ રૂા. 121.10 કરોડ મંજૂર કરવામા આવેલ છે. અને કુલ 42 કી.મી. પૈકી હાલ સુધીમા 32 કી.મી. પાઈપ લાઈનનું કામ પૂર્ણ થયેલ છે. આ કામ પૂર્ણ થયેથી 20 એમ.એલ.ડી. વધારાનું પાણી મળી શકશે તથા નવા હદ વિસ્તારમાં ભવિષ્યની પાણીની ડીમાન્ડને પહોંચી વળાશે. આ કામગીરી જુન-2025 સુધીમા પૂર્ણ થશે. 

સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના તથા 15મા નાણાપંચ યોજના હેઠળ શહેરની હદમા નવા ભળેલા નગરસીમ વિસ્તારમા તથા શહેરના બાકી રહેતા તમામ વિસ્તારોમા ’નલ સે જલ યોજના’ અન્વયે ગોકુલનગર, સમર્પણ તથા મહાપ્રભુજી બેઠક ઝોન, ઢીંચડા વિસ્તાર મુખ્ય તથા ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક અન્વયે રૂા. 60.60 કરોડના ખર્ચે કુલ 149 કી.મી. પાઈપ લાઈન નાખવાનું કામ પૂર્ણ કરવામા આવેલ છે. હાલે શહેરના જુદા-જુદા પ્રેશર પાઈપ લાઈનને લીધે સર્જાતા લીકેજીસ તથા કોન્ટામીનેશનના પ્રશ્નો ડામવા નવી 24 કી.મી. ડી.આઈ. પાઈપ લાઈન, વાલ્વ જોઈન્ટ સહિતનું કામ અંદાજે રૂા. 12 કરોડના ખર્ચે હાથ ધરવામા આવેલ છે. હાલ સુધીમા 60% જેટલી કામગીરી પૂર્ણ થયેલ છે. ઉકત તમામ કામોના લીધે નગરસીમ તથા આઉટગ્રોથ વિસ્તારોમા નળ વાટે શુધ્ધ પાણી વિતરણ કરી શકાય છે. અને 50000 જેટલી વસ્તીને આ કામનો લાભ થવા પામેલ છે.

હૈયાત વર્ષો જૂની પાઈપ લાઈન રિપ્લેસ કરી નવી પમ્પ હાઉસથી સાત રસ્તા અને સાત રસ્તાથી સમર્પણ ઈ.એસ.આર. તથા સાત રસ્તાથી સોલેરીયમ ઈ.એસ.આર. સુધી 8 કી.મી.ની ડી.આઈ. પાઈપ લાઈન નાખવાનું કામ અંદાજે રૂા. 21 કરોડ મંજૂર કરવામા આવેલ છે. હાલ સુધીમા 60% જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. સદરહું કામ પૂર્ણ થવાથી વોટર લોસીસ ઘટાડી શકાશે અને લીકેજીસના પ્રશ્નોનું નિરાકરણ થઈ શકશે.

નવા ભળેલા વિસ્તારોમાં ઘેર-ઘેર નળ વાટે પાણી વિતરણ કરવા માટે નાઘેડી વિસ્તારમાં નવો 30 એમ.એલ.ડી.નો ફિલ્ટર પ્લાન્ટ, 1 કરોડ લીટર ક્ષમતાનો સમ્પ 18 લાખ લીટર કેપેસીટીનો ઈ.એસ.આર., પમ્પીંગ મશીનરી તથા 6 કી.મી. મુખ્ય પાઈપ લાઈનનું કામ અંદાજે રૂા. 35.54 કરોડનુ કામ મંજૂર કરવામા આવેલ છે. હાલે 35% જેટલી કામગીર પૂર્ણ થયેલ છે.

આ કામગીરી પૂર્ણ થયેથી ખંભાળીયા બાયપાસ હાઈ-વે, જી.આઈ.ડી.સી. સામેનો વિસ્તાર, નાઘેડી પોદાર સ્કુલનો વિસ્તાર, ન્યુ જામનગર જેવા નવા ડેવલપ થઈ રહેલા વિસ્તારના અંદાજે 50000 જેટલી વસ્તીને શુધ્ધ પાણી વિતરણ કરી શકાશે.

સમર્પણ ઈ.એસ.આર. ખાતે જુના જર્જરીત સમ્પ, પમ્પ રૂમ ડીસ્મેન્ટલ કરી નવો સમ્પ તથા પમ્પ હાઉસ, કલોરીન રૂમ, પમ્પીંગ મશીનરી, ઈલેકટ્રો મીકેનીકલ કોમ્પોનન્ટ તથા કેમ્પસ ડેવલપ કરવા રૂા. 3.64 કરોડના ખર્ચે હાથ ધરવામા આવેલ છે. હાલે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. આ કામ થવાથી પાણીના લોસીસ અટકાવી શકાશે તેમજ સમયસર તથા પૂરતા પ્રમાણમાં પાણી વિતરણ કરી શકાશે.

ચાલુ સાલે વો. નં. 6, 7, 8, 11, 14, 15 તથા 16ના નવા ભળેલ વિસ્તારોમાં અમૃત-2.0ની ગ્રાન્ટ અંતર્ગત કુલ 270 કી.મી.ના ભૂગર્ભ ગટર નેટવર્કના કામો રૂા. 147.10 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે.

રે.સ. નં. 972/પૈકી/1 વો. નં. 16, રાજનગર પાસે 20 એમ.એલ.ડી. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા પમ્પીંગ સ્ટેશનનોના કામ રૂા. 40.09 કરોડના ખર્ચે હાલ પ્રગતિ હેઠળ છે. જે આયોજન અનુસાર પૂર્ણ કરવામાં આવશે.

સને. 2024-2025ના વર્ષ માટેના આયોજન પૈકી નીચે મુજબના સને. 2025-2026ના વર્ષમાં કેરીફોરવર્ડ કરવાનું નિયત કરવામા આવેલ છે. સને. 2025-2026મા રાજયસરકારશ્રીમાંથી ગ્રાન્ટ પ્રાપ્ત થયે ક્રમશ: કામો હાથ ધરવામા આવશે.

નવું આયોજન
જામનગર શહેરમાં ફુટબોલ ગ્રાઉન્ડ, જામનગર શહેરમાં ડીઝીટલ લાઈબ્રેરી, બેરી મરીન પોલીસ ચોકી થી વાલસુરા નેવી થઈ રોઝી બેડી બોર્ટ સુધીના દરીયાઈ વિસ્તારમા જતા રોડને નેકલેસ રોડ તરીકે ડેવલપ કરવાનું કામ, પી.પી.પી. ધોરણે મીની એમ્યુઝમેન્ટ પાર્ક ડેવલપ કરવાનું કામ, શહેરમાં 5 જુદા-જુદા ગૌરવ પથ ડેવલપ કરવાનું કામ, અલગ-અલગ ત્રણ જગ્યાએ દાદા-દાદી ગાર્ડન ડેવલપ કરવાનું કામ આમ, સને. 2024-2025નું બજેટ રજૂ કરતી વખતે કુલ રૂા. 930.25 કરોડના કામોના આયોજનની સામે રીવાઈઝડ આયોજન રૂા. 766.00 કરોડ થવા જાય છે. 

અવિરત વિકાસ અને સેવાઓના યજ્ઞને આગળ વધારતા સને. 2025-2026ના અંદાજપત્રમા વિશેષ આયોજનો કરવામા આવેલ છે, જે નીચે મુજબ છે.આગામી સમયમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન-2.0 તથા 15માં નાણાપંચની ગ્રાન્ટ અંર્તગત નીચે મુજબના આયોજન કરવામાં આવેલ છે.

આંતરમાળખાકીય અને ભૌતિક સુવિધાના કામોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ 2025-26ની આંતરમાળખાકીય સુવિધાની ગ્રાન્ટ તથા શહેરી સડક યોજનાની ગ્રાન્ટ તથા આઉટગોથ એરીયાની ગ્રાન્ટ અંતર્ગત કુલ 109 કામો રૂા. 127 કરોડના ખર્ચે કરવામા આવનાર છે.

 સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની આંતરમાળખાકીય સુવિધાની ગ્રાન્ટ, શહેરી સડક યોજનાની ગ્રાન્ટ તથા આઉટગ્રોથ એરીયાની ગ્રાન્ટ અંતર્ગત રૂા.44.09 કરોડના ખર્ચે કુલ 37 કામો હાથ ધરવામાં આવનાર છે. આર એન્ડ બી હસ્તકની વર્ષ 2024-25 માન. ધારાસભ્યશ્રીઓની 100% સ્પેશ્યલ ગ્રાન્ટ અંતર્ગત રૂા.4 કરોડના ખર્ચે સી.સી. રોડ / પેવર બ્લોકના કામો કરવામા આવનાર છે. જિલ્લા આયોજન મંડળ હસ્તકની માન. ધારાસભ્યશ્રીની 10%, 20% તથા 100% ગ્રાન્ટ અંતર્ગત રૂા. 3 કરોડના ખર્ચે સી.સી. રોડ / પેવર બ્લોક, કોમ્યુનીટી હોલ, નાવણી, આ2.સી.સી. બેન્ચીસ વિગેરે કામો કરવામા આવનાર છે.

વિજય નગર જકાત નાકા થી નાઘેડી બાયપાસ રોડ પર હિન્દુસ્તાન એનિમલ ફીડ પાસે એલ.સી. નં. 202 પર ફોરલેન રેલ્વે અન્ડર બ્રીજ અથવા તો ઓવર બ્રીજ ફીઝીબીલીટી સર્વે કરીને રૂા. 19.90 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન.  નાઘેડી જંકશન એરપોર્ટ થી આગળ બાયપાસ ઉપર ફલાય ઓવરબ્રીજ અંદાજીત રૂા.90 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન તથા ફીઝીબીલીટી રિપોર્ટ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. ફીઝીબીલીટી રિપોર્ટ ને ધ્યાને રાખી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જામનગર શહેરના ઠેબા બાયપાસ જંકશન ઉપર સીકસ લેન ફલાય ઓવર બીજ બનાવવાનું કામ રૂા. 73.97 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન, હાલે ટેન્ડર કાર્યવાહી ચાલુ છે. જામનગર શહેરના સમર્પણ સર્કલ પર ફોર લેન ફલાય ઓવર બીજ રૂા. 44.34 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન. હાલે ટેન્ડર કાર્યવાહી ચાલુ છે. કાલાવડ નાકા બહાર થી કલ્યાણ ચોક સુધી તથા અન્નપૂર્ણા મંદિર પાસે આવેલ હૈયાત બીજની જગ્યાએ નવા રીવર બીજ રૂા. 12 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન.

હોટલ વિશાલ ઈન્ટરનેશ્નલ પાસે એફ.પી. નં. 98મા 22191 ચો.મી. જગ્યામાં આગવી ઓળખ તથા સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસની ગ્રાંટ અંતર્ગત અંદાજે રૂા. 40 કરોડના ખર્ચે ઈન્ટરનેશ્નલ લેવલનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવાનું આયોજન.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) બીજો તબકકો વર્ષ 2024 થી વર્ષ 2029 સુધી શરૂ થયેલ છે. અત્યાર સુધીમા 500થી વધુ લાભાર્થીઓની ઓનલાઈન નોંધણી થયેલ છે. વર્ષ 2025-2026મા પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીજા તબકકામા જામનગર મહાનગરપાલિકા ધ્વારા ટી.પી. સ્કીમમા ઉપલબ્ધ આર્થિક પછાત વર્ગના લોકો માટેના અનામત પ્લોટમાં ઈ.ડબલ્યુ.એસ.-1 / ઈ.ડબલ્યુ.એસ.-2 પ્રકારના અંદાજે 500 આવાસો બનાવવાનું આયોજન ગુજરાત સરકારશ્રીની પ્રસિધ્ધિ થનાર માર્ગદર્શિકા અને ઉપલબ્ધ થનાર ગ્રાન્ટ તથા સરકારશ્રી કક્ષાએ ડી.પી.આર. મંજૂર થયેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

માંડવી ટાવર રેસ્ટોરેશન, કર્ઝવેશન અંતર્ગત રૂા. 2 કરોડની ગ્રાંટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ હોય જે અંતર્ગત નો ડી.પી.આ2. રાજય સરકારશ્રીની મંજુરી હેઠળ હોય ડી.પી.આર. મંજુર થયે કામ હાથ ધરવામાં આવનાર છે. જામનગર શહેરમાં ત્રીજા સ્મશાન માટે જગ્યાની ફાળવણી થયે રૂા. 5 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન સૂચવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *