જમીન અધિગ્રહણ વળતર ચૂકવણીમાં વિલંબમાં, હવે બજાર ભાવ ચૂકવવા Supreme Court નો આદેશ

Share:

New Delhi,તા.03

દેશમાં સરકારી ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતના પ્રોજેકટ માટે હસ્તાંતરીત કરાતી જમીનના વળતરમાં જમીનમાલિકોને જે લાંબી સરકારી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને વળતરની રકમ મેળવવામાં પણ લાંબો સમયની રાહ જોવી પડે છે તેવા સુપ્રીમ કોર્ટે તેમને બંધારણની કલમ 142 મુજબ મળેલી સતાના આધારે એક મહત્વપૂર્ણ ચૂકાદામાં જો આ પ્રકારના વળતરનો લાંબો સમય લાગે તો જમીન માલિકને નિશ્ચિત થયેલા ભાવે નહી.

પરંતુ ચૂકવણી વખતના બજાર ભાવ મુજબ વળતર ચૂકવવુ પડશે તે નિશ્ચિત કર્યુ છે. સુપ્રીમકોર્ટે સમક્ષ ગઈકાલની સુનાવણીમાં અનેક મહત્વપૂર્ણ મુદાઓ ઉપસ્થિત થયા હતા જેમાં ખેડૂત આંદોલનનો મુદો પણ હતો પણ જમીન હસ્તાંતરણ વળતરનો ચૂકાદો દૂરગામી અસરકર્તા બની રહેશે.

દેશભરમાં વિવિધ સરકારી અને ખાનગી ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ માટે મેળવતી ખાનગી જમીન માલિકોને વળતર મુદે જે લાંબી રાહ જોવી પડે છે અને કાનૂની મુદાઓ પણ સર્જાય છે તે સંદર્ભમાં આ ચૂકાદો મહત્વપૂર્ણ બની રહેશે. 2003માં કર્ણાટક ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બોર્ડની રચના સાથે જ બેંગલુરુ, મૈસુર ઈન્ફ્રાસ્ટ્રકચર કોરિડોર પ્રોજેકટ માટે હજારો એકર જમીન સંપાદીત કરવામાં આવી છે.

જમીન સરકારે હસ્તગત કરી પરંતુ વળતર ચૂકવવામાં વિલંબ કર્યો હતો. 2019માં આ મુદો અદાલતમાં ગયો અને તે સમયે હાઈકોર્ટ તાત્કાલીક વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો. જો કે તે સમયે 2003ના જે જમીનના ભાવ નિશ્ચિત થયા તે મુજબ વળતર ચૂકવવાનો મુદો હતો.

બાદમાં આ વિવાદ સુપ્રીમમાં જતા સર્વોચ્ચ અદાલતે સ્વીકાર્યુ કે, 2003થી 2019 સુધીમાં એ નિશ્ચિત છે કે જમીનના ભાવ અનેક ગણા વધી ગયા છે. સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી બી.આર.ગવઈની ખંડપીઠે એ પણ કહ્યું કે મિલ્કત જેમાં જમીન પણ આવી જાય છે તે ધરાવવાનો અધિકાર એ બંધારણની કલમ 44 મુજબ મૂળભૂત અધિકાર છે.

તેમાં મિલ્કત ધારકને તેના મૂળભૂત અધિકારથી 22 વર્ષ સુધી વંચિત રાખીને તેના ડયુથી વંચિત રાખવા એ યોગ્ય ગણાય નહી અને તેથી જમીન સહિતની મિલ્કતો જેનું અધિગ્રહણ જરૂરી છે. તેમાં યોગ્ય વળતર અને તે પણ સમય મર્યાદામાં ચૂકવાય તે પ્રાથમીકતા હોવી જરૂરી છે.

હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પણ જે અરજી નકારી હતી તેને સ્વીકારતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આ બજારભાવ મુજબ વળતર ચુકવવા માટે યોગ્ય કેસ છે અને તેથી અમો બંધારણની ક્લમ 142માં તેને જે ખાસ સતા મળી છે તેનો ઉપયોગ કરીને જમીન વળતર એ બજારભાવ મુજબ આપવા આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે નોંધ્યુ કે, જો 2003ની ગણતરીએ વળતર ચૂકવવાની મંજુરી આપીએ તો ન્યાયનો મજાક ગણાશે અને બંધારણની કલમ 300 એ હેઠળ જે ન્યાયનો મુદો છે તેને અવગણ્યો દર્શાવે અને તેથી ન્યાયના હિતમાં જમીન માલિકને 22 વર્ષીય 2019ના ભાવે વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *