ચોરી પકડી ગઈઃ કોને ડેટ કરી રહી છે Khushi Kapoor

Share:

અભિનેત્રીની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાઈરલ થઈ રહી છે, જેના પર યુઝર્સ અનેક પ્રકારની કોમેન્ટ કરી છે

Mumbai, તા.૧

બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની લાડલી દીકરી અને જ્હાન્વી કપૂરની બહેન ખુશી કપૂરે બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. તેને ફિલ્મ ધ આર્ચીઝથી ડેબ્યુ કર્યું હતું. હવે તે જુનૈદ ખાન સાથે લવયાપામાં જોવા મળશે જેનું આ દિવસોમાં પુરજોશથી પ્રમોશન થઈ રહ્યું છે. આ વચ્ચે ખુશીએ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તે મિસ્ટ્રી મેનની બાહોમાં જોવા મળી રહી છે, જેને જોઈને યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે.ખુશી ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ હોય છે. તે પોતાના જીવનની દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરતી હોય છે. આ વચ્ચે તેણે મિસ્ટ્રી મેન સાથેનો એક ફોટો શેર કર્યો છે. તેના કેપ્શનમાં ખુશીએ લખ્યું છે તે ગ્રીડ સુધી પહોંચી ગયો છે, જલ્દીથી તે તમારા દિલ સુધી પહોંચશે. તેને આ બ્લેક એન્ડ વ્હાઇટ મિરર સેલ્ફી પોસ્ટ કરી છે. જેમાં ખુશી મિસ્ટ્રી મેનની બાહોમાં મિરર સેલ્ફી લેતી જોવા મળે છે.અભિનેત્રીની આ તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાઈરલ થઈ રહી છે. જેના પર યુઝર્સ અનેક પ્રકારની કોમેન્ટ કરી છે અને જાત જાતના સવાલો પણ કર્યા છે. એક યુઝરે લખ્યું આ વેદાંગ રૈના છે કે ઈબ્રાહિમ અલી ખાન? યુઝર્સે લખ્યું શું ખુશીના જીવનમાં પ્રેમ પ્રકરણની એન્ટ્રી થઈ છે? તો અન્ય યુઝર્સે લખ્યું તેની ફિલ્મ આવી રહી છે તો આ એક પબ્લિસિટી સ્ટંટ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *