Odisha, તા.21
સુપ્રિમ કોર્ટે પતિ-પત્ની વચ્ચેના વિવાદમાં એક મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે જો પતિ કોઇ પુરાવા વગર પણ પત્નીના ચારિત્ર્ય સામે શંકા ઉઠાવે તો પત્નીને અલગ રહેવાનું અને ભરણ પોષણ મેળવવાનો અધિકાર છે. ઓડીસા હાઇકોર્ટના ન્યાયમૂર્તિ ગૌરીશંકર સતપથીએ ફેમીલી કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો અને પતિને રૂા.3000નું ભરણ પોષણ તેની પત્નીને ચુકાવવા આદેશ આપ્યો હતો.
આ યુગલના લગ્ન 2021માં થયા હતા પરંતુ થોડા જ મહિનામાં પત્ની અલગ રહેવા ચાલી ગઇ હતી અને તેનો આક્ષેપ હતો કે પતિ તેના ચારિત્ર્ય અને કૌમાર્ય પર પ્રશ્ન ઉભા કરી રહ્યા છે અને કોઇ પુરાવા વગર તેને લગ્ન પૂર્વે સંબંધો હોવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે. તેણે ભરણ-પોષણનો કેસ કર્યો હતો જેની સામે પતિની દલીલ હતી કે પત્ની સામેથી ઘર છોડીને ચાલી ગઇ છે અને અન્ય પુરુષ સાથે પણ તેના સંબંધો છે. ટ્રાયલ કોર્ટે જો કે પત્નીની અરજી ફગાવી હતી જેની સામે તેણે હાઇકોર્ટમાં અપીલ કરતાં ખંડપીઠે એવું નિરીક્ષણ કર્યું કે પતિ જ્યારે પત્નીના ચારિત્ર્ય સામે કોઇ પુરાવા વગર પ્રશ્ન ઉઠાવે તો ચોક્કસપણે તેને અલગ રહેવાનો અધિકાર છે અને તેથી તેને ભરણ પોષણ ચુક્વવું પડે.