Ahmedabad,તા.૨૦
ખ્યાતિકાંડમાં હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલના ક્રાઈમ બ્રાન્ચને ૧૦ દિવસના રિમાન્ડ મળ્યા છે, સાથે તેના સાગરિતો ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનની પણ પૂછપરછ કરવાનો ક્રાઈમ બ્રાન્ચે નિર્ણય લીધો છે.
ખ્યાતિકાંડની શરૂઆત કેવી રીતે થઈ, પ્રધાનમંત્રી જન ધન યોજનામાં કૌભાંડ કેવી રીતે કર્યુ, કેટલા લોકોને ફાયદો કરાયો છે વગેરેનો પર્દાફાશ થવાની શક્યતા છે. કાર્તિક પટેલે પૈસા કમાવવાની સાથે સ્વચ્છ છબી પણ બનાવી હતી જેનાથી કૌભાંડની શંકા ન જાય. ચિરાગ રાજપૂતે હોસ્પિટલના વ્યવસાયમાંથી પૈસા કેવી રીતે કમાવવા અને અન્ય વ્યવસાયો કેવી રીતે સેટલ કરવા તે અંગે લાલચ આપી હોવાનું જાણવા મળ્યું છે.
કૌભાંડનું કાર્તિક પટેલ અને રાહુલ જૈન બધું જ જાણતા હતા. ધરપકડ સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનના નિવેદનો પહેલા નોંધવામાં આવ્યા હતા, પરંતુ હવે કાર્તિક પટેલની સામે ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનની પૂછપરછ કરવામાં આવશે જેથી સત્ય ઝડપથી સામે આવે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ બંને આરોપીઓને ટ્રાન્સફર વોરંટ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવશે.