New Delhi,તા.7
દુનિયાના સૌથી મોટા ફિલ્મ પુરસ્કાર ઓસ્કાર એવોર્ડ 2025ની શરૂઆત લગભગ 2 મહિના બાદ થનાર છે. દરમિયાન આ રેસમાં ભારતની સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ ‘કંગુવા’નું નામ રેસમાં આવ્યું છે. માત્ર ‘કંગુવા’ જ નહીં પણ અન્ય પાંચ ભારતીય ફિલ્મોએ પણ ઓસ્કાર એવોર્ડ માટે દાવેદારી કરી છે.
97મો અકાદમી/ઓસ્કાર એવોર્ડનું બે મહિના પછી આયોજન થવાનું છે. આ બે વોર્ડની દાવેદારીમાં ભારતીય ફિલ્મોનું પણ નામ જોવા મળે છે પણ તે નોમીનેશન સુધી જ પહોંચે છે. જીતનો સ્વાદ નથી મળતો.
આ ઓસ્કાર એવોર્ડ સમારોહ 2 માર્ચ 2025ના અમેરિકાના લોસ એન્જલન્સમાં યોજાશે. બેસ્ટ ફિચર ફિલ્મ કેટેગરીમાં ‘કંગુવા’એ પોતાની દાવેદારી નોંધાવી છે. જો કે હજુ શોર્ટ લિસ્ટ કરવાનું બાકી છે. હવે એ જોવાનુ છે કે સૂર્યાની કંગુવા ઓસ્કાર એવોર્ડ જીતવાનું લક્ષ્ય પાર પાડી શકે છે કે નહી. આ પહેલા ઓસ્કારની રેસમાં સામેલ આમીરખાન પ્રોડકશન હાઉસની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ અગાઉથી જ ઓસ્કારની રેસમાંથી બહાર નીકળી ગઈ છે.
‘કંગુવા’ ઉપરાંત અન્ય પાંચ ફિલ્મો ઓસ્કારની રેસમાં છે તેમાં ‘ધી ગોટ લાઈફ’, ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’, ‘ઓલ વી ઈમેજીન એસ લાઈટ’, ‘ગર્લ્સ વીલ બી ગર્લ્સ’, ‘અનુજા’નો સમાવેશ થાય છે.