સાવિત્રિ જિંદાલ :
વર્ષ ૨૦૨૪માં જિંદાલ ગુ્રપના ચેરપર્સન સાવિત્રી જિંદાલે કુલ ૩.૬૫ લાખ કરોડ રૂપિયાની સંપદા સાતે ફોર્બ્સની ટોચની ૧૦ સૌથી ધનાઢય ભારતીય મહિલાઓની સૂચિમાં સૌપ્રથમ સ્થાન મેળવ્યું છે. સાવિત્રી જિંદાલે તેના પતિ ઓમ પ્રકાશ જિંદાલ સાથે મળીને ‘જિંદાલ સ્ટીલ એન્ડ પાવર’ની સ્થાપના કરી હતી. આ ભારતીય સ્ટીલ અને પાવર કંપનીની સ્થાપના કર્યા બાદ તેમણે પાવર જનરેશન અને રીઅલ એસ્ટેટ સુધી પાંખો પ્રસારી હતી. સાવિત્રી જિંદાલ માત્ર આપણા દેશની સૌથી શ્રીમંત સ્ત્રી નથી, બલ્કે વિશ્વની છઠ્ઠા ક્રમાંકની સૌથી ધનવાન માનુની છે. જ્યારે એશિયાની સૌથી શ્રીમંત રમણીઓમાં તેનું નામ આઠમા ક્રમાંકે આવે છે.
રેખા જુનજુનવાલા :
દિવંગત રાકેશ જુૂનજુનવાલાની પત્ની રેખા જુનજુનવાલાએ ફોર્બ્સની ટોપ ટેન ધનવાન ભારતીય સ્ત્રીઓની યાદીમાં બીજું સ્થાન મેળવ્યું છે. ૭૬, ૮૪૦ કરોડ રૂપિયાની નેટવર્થ અને ટાઈટન, ટાટા મોટર્સ, ક્રિસિલ સહિતની ૨૯ કંપનીઓમાં રકાણ સહિત રેખાને તેના દિવંગત પતિનો સમૃદ્ધ સ્ટોક પોર્ટફોલિયો મળ્યો છે.
વિનોદરાય ગુપ્તા :
વિનોદ રાય ગુપ્તાના સ્વ. પતિ કિંમત રાય ગુપ્તાએ ‘હેવલ્સ ઈન્ડિયા’ની સ્થાપના કરી હતી. ૧૪ ઉત્પાદનગૃહો ચલાવવા સાથે તેઓ વિશ્વના ૫૦ દેશોમાં કારોબાર કરે છે. આમ ૫૫,૧૨૩ કરોડ રૂપિયાની મિલકત સાથે વિનોદ ગુપ્તા ટોચની ૧૦ ધનવાન ભારતીય સ્ત્રીઓની યાદીમાં ત્રીજા સ્થાને આવે છે.
રેણુકા જગતિયાની :
દુબઈ સ્થિત ‘લેન્ડમાર્ક ગુ્રપ’ ના સ્થાપક દિવંગત મિકી જગતિયાનીના પત્ની રેણુકા જગતિયાની આ ગુ્રપના ચેરવુમન અને સીઈઓના પદ શોભાવે છે. દેશની ચૌથા ક્રમાંકની સૌથી ધનવાન સ્ત્રી ૪૦,૦૮૯ કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. તેણે છેલ્લાં બે દશકમાં કંપનીના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ૨૦ વર્ષથી પણ વધુ સમયથી પોતાની કંપનીનું સંચાલન કરી રહેલી રેણુકા જુગતિયાનીએ નવી નવી બજારો સર કરવામાં કુનેહે કામે લગાડી છે.
સ્મિતા ક્રિષ્ના – ગોદરેજ
સ્મિતા ક્રિષ્ના ગોદરેજ ૩૫,૦૭૮ કરોડ રૂપિયાની મિલકત સાથે દેસની ટોચની ૧૦ ધનાઢય મહિલાઓની યાદીમાં છઠ્ઠા સ્થાને છે. ૧૨૬ વર્ષ પુરાણી કન્ઝ્યુમર જાયન્ટ ‘ગોદરેજ’ ની કૌટુંબિક સંપદામાં સ્મિતા ૨૦ ટકા હિસ્સો ધરાવે છે.
ફાલ્ગુની નાયર :
ભારતની ટોેચની ૧૦ શ્રીમંત મહિલાઓની યાદીમાં સાતમું સ્થાન ધરાવતી ફાલ્ગુની નાયર એક તબક્કે ઈન્વેસ્ટમેન્ટ બેન્કર અને અન્ટ્રપ્રેન્યર હતી. જો કે નાયકાના સફળ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ પછી વર્ષ ૨૦૨૧માં તેની સંપત્તિમાં ૭૬૩ની વૃદ્ધિથવાને પગલે તેનું નામ ભારતની ધનાઢય મહિલાઓની યાદીમાં સામેલ થયું. વૈશ્વિક સ્તરે ફાલ્ગુનીનું સ્થાન દસમા ક્રમાંકે આવે છે.