New Delhi,તા.03
ભારતીય ક્રિકેટ ટીમે 5 મી ટી-20 મેચમાં ઇંગ્લેન્ડને 150 રનનાં મોટા માર્જિનથી હરાવીને સિરીઝ 4-1 થી નામે કરી છે. આ મેચમાં અભિષેક શર્માએ ભારતીય ટીમ તરફથી એક તેજસ્વી સદી ફટકારી હતી. ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની આ શ્રેણીમાં આઇસીસીના લાઈક ફોર લાઈક અવેજી પર ઘણી ચર્ચા થઈ હતી.
આ શ્રેણીની ચોથી મેચમાં, શિવમ દુબેને હેલ્મેટમાં બોલ લાગ્યાં બાદ તેની અવેજીમાં હર્ષિત રાણાને મેદાનમાં ઉતારવામાં આવ્યાં હતાં, ત્યારબાદ ઘણો બધો વિવાદ થયો હતો. હવે ભારતીય ટીમનાં મુખ્ય કોચ ગૌતમ ગંભીરએ પણ આ બાબતે પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું છે.
પુણેમાં રમવામાં આવેલાં ચોથા ટી-20 માં, ભારતીય ટીમે કન્વર્ઝન અવેજી તરીકે હર્ષિત રાણાને મેદાનમાં ઉતાર્યો કે તરત જ ઇંગ્લેન્ડનાં કેપ્ટન જોસ બટલર ખૂબ ગુસ્સે થઈ ગયાં હતાં. આવી સ્થિતિમાં, 5 મી ટી-20 પછી, જ્યારે કેવિન પીટરસને ગૌતમ ગંભીર સાથે વાતચીત દરમિયાન પૂછ્યું, ત્યારે અવેજી પર તેમનો અભિપ્રાય શું છે.
તો ગંભીરે આ બાબતને મજાકમાં ઉડાવી દીધી અને કહ્યું કે આજે શિવમ દુબે જરૂર ચાર ઓવર ફેંકી હોત. 5 મી ટી-20 માં, શિવમ દુબેએ 2 ઓવરની બોલિંગ કરી અને આ સમય દરમિયાન તેણે 2 વિકેટ પણ લીધી હતી.
હકીકતમાં, ટીમ ઈન્ડિયાની બેટિંગ દરમિયાન શિવમ દુબેને માથામાં ઈજા થઈ હતી. શિવમ દુબેની ઈજા ખૂબ ગંભીર હતી, તેથી તે ફિલ્ડિંગ સમયે મેદાન પર ઉતર્યો ન હતો. આવી સ્થિતિમાં અવેજી ખેલાડી મુજબ, ટીમ ઇન્ડિયા શિવમ દુબેને બદલે બીજા ખેલાડીને મેદાનમાં લઈ શકે છે. તે અહીં જ ગૌતમ ગંભીરે તેનો દાવ રમ્યો અને હર્ષિત રાણાને મેદાનમાં ઉતાર્યો હતો.
જો કે, હર્ષિત એક ઝડપી બોલર છે, જ્યારે શિવમ દુબે એક બેટ્સમેન હતો. આવી સ્થિતિમાં, તેની જગ્યાએ ટીમ ઈન્ડિયા સાથે રમનદીપ સિંહનો વિકલ્પ પણ હતો, પરંતુ ગૌતમ ગંભીરે હર્ષિત રાણાને મેદાનમાં લેવાનું નક્કી કર્યું જે સંપૂર્ણપણે સાચું સાબિત થયું. મેચમાં 4 ઓવરમાં હર્ષિતે 33 રન આપી 3 વિકેટો લીધી હતી.